Social Sharing

Social Sharing

Wednesday, July 29, 2015

Tribute to Dr APJ Abdul Kalam





ડો. અબ્દુલ કલામ ના મૃત્ય થી થયેલ અફસોસ ઘણો છે અને તેને શબ્દો માં વર્ણવી શકાય તેમ નથી. 

તેમના જેવા કર્મયોગી પુરુષ ને શ્રદ્ધાંજલિ આપવા માટે એક રસ્તો તેમની જીવન કથની ને મમળાવવા નો છે મારા મંતવ્ય મુજબ તે આવનારી ઘણી પેઢીઓ અને ખાસ કરીને વિધાર્થીઓ માટે ખરેખર ખુબ પ્રેરણાદાયી છે. 

તેમનો દેશ પ્રત્યે નો પ્રેમ અને દેશની સેવા કરવાની પ્રાથમિકતા જીવન માં ઉતારવા લાયક છે .

જો સમય મળે તો આખી સાંભળવા અને વાંચવા જેવી આત્મકથા. આત્મા કથા પોતે પણ વાંચકો ને જકડી રાખવા સક્ષમ છે અને ગુલઝાર સાહેબ નું નેરેશન એને જોવાનો અલગ દ્રષ્ટિકોણ આપે છે 

આ બાયોગ્રાફી માંથી મારી નજરે ટાંકવા જેવા મુદ્દા (આ સિવાય આપને પણ કોઈ લાગે તો comment માં લખી ને શેર કરી શકો છો અને તમને જે મુદ્દો સૌથી વધુ સ્પર્શી જાય તે પણ શેર કરશો)  

  • નાનાં પરિવાર માં જન્મવા છતાં જો ઇચ્છા પ્રબળ હોય તો વય્ક્તિ ક્યા સુધી પહોચી શકે છે 
  • જ્યારે તકલીફ આવે ત્યારે તકલીફ ને સમજવા નો પ્રયત્ન કરો તકલીફ તમને પોતાની જાત ને ચકાસવાનો અવસર આપે છે.
  • માણસ ટેકનોલોજી ની આટલી નજીક હોવા છતાં ભગવાન પ્રત્યે કેટલી શ્રધ્ધા હોઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ છે ( અંધશ્રધ્ધા નહિ)
  • પોતે મુસ્લમાન હોવા છતાં શિવજી નાં મંદિર માં કેટલી શ્રધ્ધા થી દર્શન કરી શકે છે (બિનસાંપ્રદાયિકતા નું ઉત્તમ ઉદાહરણ )
  • બાળપણ થી એમને મગજ માં નક્કી હતું કે આકાશ માં ઉડતા પંખી જેવું કઈ કરવું છે (એ વખતે એમને એરોનોટિકલ એન્જીનીયર જેવું કઈ આવે એવું પણ ખબર નહિ હતું ) 
  • મુસ્તકબીલ કા ફેસલા કરને સે પહેલે ઇસકે મુમ્કિનાત કે બારે મેં નહિ સોચના ચાહિયે. ( હું ભવિષ્ય વિશે કઈ પણ વિચારું તે વખતે તે શક્ય છે કે નહિ તેનાં વિશે વિચારી ને એને બાંધવી નહિ જોઈએ. એક સારા વિચાર બીજ  માટે અને મારા રસ તથા આકાંક્ષા ને ધ્યાન માં રાખી ને વિચારવું જોઈએ.     
  • ઈચ્છાઓ અગર સાચા દિલ થી કરી હોય અને જો તે સાચી હોય તો આખી દુનિયા એને શક્ય કરવા પ્રયત્ન કરશે. 
  •  જે વાતો થી તકલીફ થાય છે એનાથી શીખવા પણ ઘણું મળે છે 
  • કોઈપણ વ્યક્તિ પોતાની જવાબદારી માં તો જ સફળ થાય કે જ્યારે એ તેના માટે એને પૂરી આઝાદી હોય.  અને આઝાદી મેળવવા ના બે રસ્તા છે 
    1. એક પોતાની તાલીમ અને knowledge ને વધારો  અને તેનાથી productivity વધારો, productivity વધારવા માટે તમે કરેલા કામ ને રીવ્યુ કરો અને બીજા દિવસ નું પ્લાન્નીંગ કરો. 
    2. પોતાના કામ ને પોતાનું ગર્વ સમજો  અને તમારી અંદરની શક્તિ વિશે તમને ખબર હોય. જે કરો એના પર વિશ્વાસ રાખો અથવા જેના પર વિશ્વાસ હોય તે જ કરો 
  • વારંવાર ની નિષ્ફળતા થી નિરાશ થવાની જરૃર નથી, દરકે નિષ્ફળતા સફળતા તરફ નું એક પગલું હોય છે.  
  • સફળતા ની મજા એની સફર માં છે..... 
  • સ્વદેશી રોકેટ technology ડેવેલોપ કરી શકવાનો જે આંનદ એમણે વ્યક્ત કર્યો છે તે ખરખર અદભૂત છે. 
  • રોકેટ ને સફળતા પછી જયારે પ્રધાનમંત્રી ને મળવા જવાનું હોય છે ત્યારે, પ્રધાનમંત્રી ના હોદ્દા ના માન માટે ક્યાં કપડા પહેરવા એ વિચારતા હોય છે ત્યારે એમને એમના મિત્ર એ આપેલ સલાહ " કપડા ની ચિંતા મત કર, તે જે શાનદાર સફળતા પ્રાપ્ત કરી છે તે પુરતી છે" 
  • અગ્ની મિસાઈલ ને સફળતા વખત નું એમનો વિચાર ખરેખર દાદ માંગી લે એવું છે.  એને શબ્દ માં વર્ણન કરવા કરતા જાતે સાંભળવા ની વધારે મજા આવશે.
  • આ વાત પછી તરત જ ગીતા ના બીજા અધ્યાય નો શ્લોક આવે છે, જે કર્મ વિશે ખુબ ઊંડી સમજ આપે છે (તેના વિશે વિસ્તૃત ચર્ચા ફરી કયારે) 
  • અને છેલ્લી ૬ મિનીટ ખાસ સાંભળવા જેવી છે..... 









3 comments:

  1. That was worth reading!! Agree he gave lots of thing to learn for each step of our life.best example he has set..thank u dhmshah for sharing!

    ReplyDelete
  2. vaah dhavalbhai what a summery

    મુસ્તકબીલ કા ફેસલા કરને સે પહેલે ઇસકે મુમ્કિનાત કે બારે મેં નહિ સોચના ચાહિયે. ( હું ભવિષ્ય વિશે કઈ પણ વિચારું તે વખતે તે શક્ય છે કે નહિ તેનાં વિશે વિચારી ને એને બાંધવી નહિ જોઈએ. એક સારા વિચાર બીજ માટે અને મારા રસ તથા આકાંક્ષા ને ધ્યાન માં રાખી ને વિચારવું જોઈએ. - See more at: http://dhmshah.blogspot.in/2015/07/tribute-to-dr-apj-abdul-kalam.html#sthash.fyn5JLqW.dpuf

    ReplyDelete