Social Sharing

Social Sharing

Showing posts with label Movies. Show all posts
Showing posts with label Movies. Show all posts

Friday, August 21, 2015

There are no Accidents

"There are no accidents: Everything Happens for a Reason"


અગાઉ ના બ્લોગ માં શેર કરેલ હતું એમ કુંગ ફૂ પાન્ડા માં ઘણા બધી શીખ બહુજ સરળ અને સહજ રીતે આપવામાં આવી છે.  

આજ નો આ બ્લોગ માં હું વાત કરવા માંગુ છે આવી જ એક શીખ ની, "There are no accidents" , જીવનમાં કોઇપણ ઘટના અકસ્માતે નથી થતી, દરેક થતી ઘટના પાછળ કઈ કારણ હોય છે.

જીવનમાં આવતી દરેક પરિસ્થિતિ તમારી ઈચ્છા મુજબની હોય એવું જરૂરી નથી હા પરતું એક વિશ્વાસ જરૂર છે કે જે કઈ પણ થાય છે તે સારા માટે થાય છે, જરૂર છે તો માત્ર એને સમજવાની અને રાહ જોવાની.

મારો પોતાનો ખુદનો અનુભવ ખુબ જ સારો છે અને હું મારા જીવનની ખરાબ માં ખરાબ લાગતી બધી ઘટનાઓ આગળ જતા સારી જ સાબિત થઈ છે, 

મારા પપ્પા કાયમ અમને આ વિશ્વાસ આપાવતા હોય છે, અને એના કારણે દરેક થયેલી ઘટનામાં શું ખરાબ થયું એ વિચાર કરીને નેગેટીવ વિચારો ની હારમાળામાં જવાની જગ્યા એ એમાંથી જે સારું થયું છે કે થઇ શકે છે તે શોધવાનો પ્રયત્ન કરવાથી એ પરીસ્થિત માં ટકી રહેવા અને તેમાંથી બહાર આવવા માટે ખુબ જ powerful ચાલકબળ મળે છે અને વારંવારનાં આવા સારા અનુભવ થી આના પ્રત્યે ની શ્રધ્ધા વધુ દૃઢ થતી જાય છે. 

આ વસ્તુ ને શક્ય બનાવવા માટે ખુદના અંતરાત્મા સાથે જોડાયેલા રહેવું જોઈએ અને ખુદને જોડે પોઝીટીવ વાર્તાલાપ કરતા રહેવું જોઈએ. 

આ કલીપ માં આ વાત ખુબ જ સરસ રીતે કરે છે 
Hindi :





Original Version:





આમાંથી ટાંકવા / શીખવા જેવા મુદ્દા :

  • કોઈ ઘટના સારી કે ખરાબ નથી હોતી, how you perceive decides, what impact it will have on you ?
  • Actual control lies in inner self and not in external circumstances, તમે એ નક્કી નહિ કરી શકશો કે ઝાડ પર ફળ અને ફૂલ કયારે આવશે પરંતુ તમે એના પર યોગ્ય સમયે સારા ફળ આવે તેના માટે તેની વધારે સારી રીતે માવજત કરી શકો છો. 
  • તમારી ખુદ ની મદદ કોઈ બીજી વ્યક્તિ પ્રત્યક્ષ રીતે કરી શકે એના કરતા વધારે અગત્યનું છે તમે તમારા પર વિશ્વાસ રાખો અને જરૂરી પ્રત્યક્ષ અને પરોક્ષ મદદ એની જાતે આકાર લેશે.

અને છેલ્લે એક નાની વાર્તા: 

એક સ્ત્રી પોતાના નાના બાળકને સાથે લઇને કરીયાણાની દુકાને ખરીદી કરવા માટે ગઇ. જ્યારે સ્ત્રી ખરીદી કરી રહી હતી ત્યારે નાનો બાળક વેપારીની સામે જોઇને હસતો હતો. વેપારીને બાળકનું આ નિર્દોષ હાસ્ય ખુબ ગમ્યુ. જાણે કે આખા દિવસનો થાક ઉતરતો હોય એમ લાગતુ હતુ.

વેપારીએ બાળકને પોતાની પાસે બોલાવ્યો. બાળક જેવો વેપારી પાસે ગયો એટલે વેપારીએ નોકર પાસે ચોકલેટની બરણી મંગાવી. ઢાંકણ ખોલીને બરણી બાળક તરફ લંબાવી અને કહ્યુ , ” બેટા, તારે જેટલી ચોકલેટ જોઇતી હોય એટલી તારી જાતે લઇ લે.” છોકરાએ જાતે ચોકલેટ લેવાની ના પાડી. વેપારી વારંવાર બાળકને ચોકલેટ લેવા કહેતો રહ્યો અને બાળક ના પાડતો રહ્યો.

બાળકની મા દુર ઉભી ઉભી આ ઘટના જોઇ રહી હતી. થોડીવાર પછી વેપારીએ પોતે બરણીમાં હાથ નાંખીને એક મુઠ્ઠી ભરીને ચોકલેટ બાળકને આપી. બાળકે પોતાના બંને હાથનો ખોબો ધરીને વેપારીએ આપેલી ચોકલેટ લઇ લીધી. વેપારીનો આભાર માનીને કુદતો કુદતો પોતાની મા પાસે જતો રહ્યો.

દુકાનેથી પાછી ફરતી વખતે માએ આ બાળકને પુછ્યુ , ” બેટા , તને પેલા કાકા ચોકલેટ લેવાનું કહેતા હતા તો પણ તું ચોકલેટ કેમ નહોતો લેતો ? ”

છોકરાએ પોતાનો હાથ માને બતાવતા કહ્યુ , ” જો મમ્મી મારો હાથ તો બહુ જ નાનો છે મેં મારી જાતે જ બરણીમાં હાથ નાંખીને ચોકલેટ લીધી હોત તો મને બહુ ઓછી ચોકલેટ મળી હોત પણ અંકલનો હાથ બહુ મોટો હતો એમણે મુઠી ભરીને ચોકલેટ આપી તો મારો આખો ખોબો ભરાઇ ગયો.” 


Monday, August 17, 2015

There is No Secret Ingredient, Its Just You


કુંગ ફૂ પાન્ડા:  આમ તો બાળકો માટે ની એક કાર્ટૂન એનિમેશન પિક્ચર છે, પરંતુ તેમાં જીવનમાં ઉતારવા જેવા ઘણા બધા મુદ્દાઓ ખુબ જ સહજ અને અસરકારક રીતે આવરી લીધા છે.

દરેક મુદ્દા વિશે માંડીને લખવાની ઈચ્છા છે પરંતુ દરેક વિશે એક સાથે લખવા કરતા દરેક વિશે અલગ અલગ લખવામાં વધારે સારું રહેશે અને દરેક ને એના વિશે વિચારી ને એના અમલીકરણ માટે પણ સારો મોકો મળી રહેશે. 

તો આજ નાં બ્લોગ માં વાત કરીયે, Belief (વિશ્વાસ)  વિશે,  

ફિલ્મ ની વાર્તા વિશે કહું તો, એક ખુબ જાડો ભદ્દો દેખાતો પાન્ડા ની પસંદગી અક્સ્માતે ડ્રેગન યોદ્ધા બનવા માટે થાય છે જેનું કામ એક વાઘ (Tai Long) થી આખી ખીણ ની રક્ષા કરી ને ત્યાં શાંતિ લાવવાની હોય છે. 

કુંગ ફૂ શીખ્યા પછી તેને એક ખુબ પૌરાણિક dragon scroll આપવામાં આવે છે અને જેની અંદર અમર્યાદિત શક્તિ નું રહસ્ય છુપાયેલ હોય છે. 

જે રીતે PO ની પસંદગી Dragon Warrior તરીકે થઈ હોય છે તેના કારણે શરૂઆત થી જ બધાને Po પર વિશ્વાસ હોતો નથી અને જ્યારે આ dragon scroll ખોલવામાં આવે છે ત્યારે એની અંદર માત્ર અરીસા જેવું જ નીકળે છે એટલે બધા આને એક મજાક ગણી ને નિરાશ થઈ જાય છે અને ખીણ (ગામ) ખાલી કરતા હોય છે ત્યારે તેના પપ્પા અને તેની વચ્ચે જે વાર્તાલાપ થાય છે તે ખૂબ પ્રેરણાદાયી છે. 

ઓરિજિનલ :




હિન્દી માં : 



"There is no secret Ingredients, to make something special you just have to believe that its special"  


કોઈપણ વસ્તુ કે વ્યક્તિ માં આગળ વધવા માટે કોઈ સીક્રેટ આવડત હોવી જરૂરી નથી, એના ખાસ બનાવવા માટે જરૂરી છે કે આપણને એના ખાસ હોવા પર વિશ્વાસ હોય. 

આપણે ઘણીવાર સફળતા નહીં મળવાના કારણ તરીકે નસીબ , સંજોગો અથવા લોકો ને જવાબદાર ગણતાં હોઈએ છીએ જ્યારે આ બધા ને overcome કરી શકવાની ખરી શક્તિ તો આપણી અંદર જ છુપાયેલી હોય છે અને એના માટે જરૂરી છે એના વિશે જાગૃતતા કેળવવાની.  

જયારે આપણે બહારનાં સંજોગો આપણને અનુકુળ થાય તેની રાહ જોતા હોઈએ છીએ ત્યારે આપણે આપણી અંદર રહેલે ખરી શક્તિ ના પ્રભાવને ignore કરીયે છીએ, અને આ શક્તિ નાં ઉપયોગ માટે તમારે બીજી કોઈ જ આવડતની જરૂર નથી, ખાલી તમારે તમારા પર વિશ્વાસ રાખવાનો છે કે તમે ખાસ છો અને તમારી પાસે એના માટે ની આવડત છે અથવા તો તમે સરળતા થી શીખી શકો છો.

આ કળા ને હસ્તગત કરવા માટે તમે નાની નાની વસ્તુ / વાતો માં આનો અમલ કરતા જશો તો તમારો તમારે ખુદ પ્રત્યે નો વિશ્વાસ આપો આપ વધતો જશે અને ઘણા અશક્ય લાગતા કામો પણ આપ ખુબ સરળતા થી પાર પાડી શકશો.


The key to accomplishing all that you ever wanted, the key to changing who you are, the key to reaching new heights, the key to limitless personal power… is just believing in yourself.