Social Sharing

Social Sharing

Thursday, August 06, 2015

Actions



Infuse your life with action. Don't wait for it to happen. Make it happen. Make your own future. Make your own hope. Make your own love. And whatever your beliefs, honor your creator, not by passively waiting for grace to come down from upon high, but by doing what you can to make grace happen... yourself, right now, right down here on Earth.

ભાવનુવાદ :

તમારા જીવનમાં actions નો સંચય કરો, કઈ પણ પરિસ્થિતિ જાતે ઉભી થાય તેના માટે રાહ ન જુવો, તેનું  જાતે સર્જન કરો. તમારા ભવિષ્ય નું નિર્માણ જાતેજ કરો. તમારી પોતાની આશાઓ રચો. પોતાનું પ્રેમ નું વિશ્વ સર્જો. તમારી પોતાની માન્યતાઓ નું સન્માન કરો, તમારા જે સર્જનકર્તા છે તેમનું સન્માન કરો. આશિર્વાદ ઉપર થી આવશે તેની રાહ જોવાની જગ્યાએ, એનું સર્જન કરો... જાતે કરો... હમણાં જ કરો ... અહિયાં જ કરો... આ પ્રુથ્વી પર....



Bradely Whitford ભાઈએ રજુ કરેલ આ વિચારે મારા પર ઘણી ઊંડી અસર છોડેલ છે, (જો કે આ ભાઈ વિશે વધુ બહુ જાણતો નથી, આ વિચાર વાંચ્યા પછી એમના વિશે નેટ પરથી થોડું ઘણું સમજ્યા, પણ એમ લાગ્યું કે એમના વ્યકતિત્વ વિશે જાણવા કરતા એમના રજુ કરેલા વિચાર વિશે ચર્ચા કરીયે તો વધુ સારું રહેશે.)


આ વિચાર ખુબજ સરળ પણ ઊંડો છે અને કદાચ એટલેજ છેલ્લા થોડા દિવસ થી Draft માં પડ્યો રહ્યો હતો, (આ વિષય ને જો યોગ્ય રીતે શેર ન કરી શકાય તો આટલા ઉમદા વિચાર જોડે અન્યાય થયેલ ગણાય, હું મારાથી બનતા યોગ્ય પ્રયત્ન એનાં માટે કરું છું)  



થોડા મહિનાઓ  અગાઉ એક મુદ્દો સમજમાં આવ્યો કે જીવન જીવવાનાં બે રસ્તા છે, 


  1. જે થઇ રહ્યું છે તે જોયા કરો અને ફરિયાદ કરો  
  2. તમારા જીવન માં જે કઈ પણ થઇ રહ્યું છે (સારું કે ખરાબ) તેના માટે  જવાબદારી ઉઠાવો 
રંગ દે બસંતી માં રજુ કરેલ સંવાદ,  ज़िंदगी जीने के दो ही तरीके होते हे। एक जो हो रहा हे होने दो , बर्दाश्त करते जाओ। या फिर जम्मेदारी उठाओ उसे बदलनेकी.... 

તમે તમારી લાઈફ active રીતે જીવો છો કે passive રીતે, 

ઘણા બધા લોકો નો જીવન પ્રત્યે નો અભિગમ એમ જ હોય છે કે જે થાય છે તે થવાનું જ છે અને એમાં હું કઈ કરી શકું એમ નથી... (btw.  હું પણ આમાંથી બાકાત નહતો અને હજુ પણ કોઈ વખત જૂની personality બહાર આવી જાય છે) 

આવી ક્ષણને હું એક પાંદડાની ચરિત્ર જોડે સરખાવું છું , જે ઝાડ થી છુટું પડ્યું છે અને પવન માં વહી રહ્યું છે અને એનો પોતનો કોઈ વિચાર નથી એને પવન જે દિશામાં જે ગતિએ લઇ જશે તે ગતિ એ તે જાય છે.  હું અહી એમ નથી કેહવા માંગતો કે આ રીતે જીવવું ખોટું છે, હા પણ હું સાથે ચોકકસ એક મુદ્દો કહીશ કે આવી રીતે રહી ને તમને જો અફસોસ રહેતો હોય તો એ જરૂરી બની જાય છે કે તમે તમારા જીવન નું સંચાલન તમારા હાથ માં લો. 

તમારે તમારા જીવન ની કઈ પરીસ્થિતિ માં કઈ પ્રતિભાવ આપવો તે તમે ખુદ નક્કી કરો.... અને આ માત્ર તમારી જોડે ઘટતી અણગમતી ઘટનાઓ માટે નથી, તમને ગમતી ઘટના પણ તમે આ સ્પેસ માં રહી ને ખુબ સારી રીતે માણી શકશો... એક વાર પ્રયત્ન તો કરી જુવો.... 

કોઈ બીજું વ્યક્તિ તમારા જીવનમાં ખુશી લાવે તેની રાહ જોવા કરતા તમે જો ખુશી નાં સ્ત્રોત બનો આપોઆપ આપની આજુબાજુ નું વાતાવરણ તમારા જીવનમાં ખુશી ભરવા માટે તરવરાટ કરતુ જોવા મળશે. 

અને આ પરીસ્થિતિ નાં સર્જન માટે કોઈ વસ્તુ, વ્યક્તિ, સમય, સ્થળ ની રાહ જોવાની જરૂર નથી.. એ તમારે ખુદ, અહિયાં જ અને હમણાં જ કરવાની હોય છે... 

Be Bold and Be confidant on your steps, and rest of the world will follow you along with tremendous happiness and fulfillment about you and your life.

આ Actions તમારા જીવન નાં અલગ અલગ ક્ષેત્રો માટે હોય શકે છે, અને તમે જેટલા ક્ષેત્રો સ્પેકિફિક રીતે Define કરી શકશો એટલું તે પામવું સરળ થશે...

મેં મારા ખુદનાં માટે Define કરેલ ક્ષેત્રો, 

૧. પરિવાર 
૨. મિત્રો 
૩. આધ્યાત્મિક જીવન 
૪. સવાસ્થ્ય 
૫. Finance 
૬. Career 
૭.  દેશ 
૮. સ્વયં (આના પર વિસ્તાર થી ચર્ચા ફરી ક્યારેક ) 

દરેક વ્યક્તી પોતાના માટેના ક્ષેત્રો અને તેની પ્રાથમીકતા  પોતાની અનુકુળતા અને ઈચ્છા મુજબ કરી શકે છે. પરંતુ એક વાત હું ચોક્કસપણે કહી શકીશ કે જો તમે એ વાત માં clear નથી કે તમને કયા ક્ષેત્ર માં શું જોઈએ છે તો તમે દિશા વિહીન વ્હાણ જેમ રહેશો જે સમુદ્ર માં ફરે તો છે પણ ઈચ્છિત કિનારે પહોચવાની એની શક્યતા ઘણી ઓછી છે...

અંતે આ બ્લોગ પૂરો કરતા પેહલા એક video શેર કરીશ, પરીસ્થિતિની ટીકા કરવાની જગ્યા એ એક નાનો બાળક એમાંથી કઈ રીતે બહાર આવી શકાય તેના માટેનાં પ્રયત્ન કરે છે.... 








2 comments:

  1. ज़िंदगी जीने के दो ही तरीके होते हे। एक जो हो रहा हे होने दो , बर्दाश्त करते जाओ। या फिर जम्मेदारी उठाओ उसे बदलनेकी.... - See more at: http://dhmshah.blogspot.in/2015/08/action.html#sthash.H8tUHvGf.dpuf

    these lines are really good

    also adding one more line. YA TO KISIKO APNA BANALO YA FIR KISIKE BAN JAO.
    Dont be inbetween either agree to someone or convince him with your thoughts
    only too good ways to remove all uncertainty and bring clarity of thoughts

    ReplyDelete
  2. True.... being in between always cause troubles for oneself as well...

    ReplyDelete