School માં હતા ત્યારે ગુજરાતી વિષય માં "ક્ષમા વીરસ્ય ભૂષણમ" કણિકા પર વિસ્તાર થી લખતા હતા ત્યારે તેની શક્તિ વિશે ખ્યાલ નહતો, ત્યારે તો જ્યાં ત્યાં થી વાચેલું અને સાભળેલું નોટબુક માં ટપકાવી દેતા હતા ( જો કે આવા વિચારો અને વિષય વસ્તુ ના અભ્યાસક્રમ માં સમાવેશ ના કારણે જ મગજ માં આવા વિચારબીજ રોપાયા હોય એવું લાગે છે અને જે હાલ ઘણા ઉપયોગી નીવડે છે)
આજ નો દિવસ જૈન ધર્મ ના પર્વાધિરાજ પર્યુષણનો અંતિમ દિવસ એટલે સવંત્સરી.....
આપણા આખા વર્ષના વ્યવહારમાં પણ અનેક વ્યક્તિઓ અને સમાજના સંપર્કમાં આવીયે છીએ. ક્યારેક એવું બને છે કે તે વ્યક્તિ, સાથે જાણતા, અજાણતા મતભેદ સર્જાય છે. પરસ્પર મનભેદ અને ક્રમે કરીને વેર માં પરીણમે છે. સંબંધ કડવા બને છે. આવા દ્વેષ, શત્રુભાવને શમાવવા માટે સવંત્સરીનાં દિવસે તે વ્યક્તિ અને સમાજની સાચા ભાવથી, અંતરના ઊંડાણથી ક્ષમા માંગવી જોઈએ અને ક્ષમા આપવી જોઈએ.
આ ક્ષમા માટેનો જૈન દર્શને પ્રસ્તુત કરેલો શબ્દ છે, 'મિચ્છામિ દુક્કડમ્' તેનો અર્થ થાય છે,
"મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ, મને આપ પ્રત્યે કોઈ પણ પ્રકારનો શત્રુભાવ નથી. આપ પણ મને ઉદારતાની ચરમસીમા રૂપ ક્ષમા આપો"
પ્રથમ દૃષ્ટિએ 'મિચ્છામી દુક્કડમ્' શબ્દ એ માત્ર જૈન પારિભાષિક શબ્દ લાગે, પરંતુ તેના ખરું મૂલ્ય દરેક ધર્મ નાં લોકોને લાગુ પડે છે. ક્ષમાપના અને ક્ષમાયાચના નું મહત્વ દરેકે દરેક સંપ્રદાયમાં અલગ અલગ રીતે કેહવામાં આવ્યું છે.
આ પ્રથા ને સંપ્રદાય, દેશ, ધર્મ નો કોઈ બાધ નથી.
આમ તો દુનિયામાં બે કામ સૌથી અઘરાં છે. સાચા અર્થમાં માફી માગવી અને માફી આપવી. પોતાના અહંમ આપણે મહત્વ આપીય છે કે સબધો ને એના પર એ સબંધોનું ભવિષ્ય નિર્ભર કરતુ હોય છે. ઘણી વખત આપણે અભિમાનને સ્વાભિમાન ગણી લેતા હોઈએ છીએ.
મહાન માણસ જ માફી માગી કે માફી આપી શકે છે. કાયરોનું એ કામ નથી, એટલે જ તો શાસ્ત્રોમાં કહ્યું છે "ક્ષમા વીરસ્ય ભૂષણમ" અને હા, એક ઈંગ્લીશ વાક્ય પણ મસ્ત છે.."To Err is Human and Forgive Divine" મતલબ કે "ભૂલ કરવી તે માનવ સ્વભાવ છે પણ ભૂલી જવું તે દૈવીપણું છે"
અને જો કોઈ વ્યક્તિ ખરા અર્થમાં માફી માંગી અને આપી શકે તો
- એની પાસે એ સંબધો ને જોવા માટે એક સ્વતંત્ર અવકાશ મળે છે
- પોતે હળવો થઇ શકે છે
- નકારાત્મક વિચારો ને ખુબ સરળતા થી ત્યજી શકે છે.
- સારી તબિયત (હેલ્થ) મેળવી શકે
- તમને ગમતી અને ફાયદાકારક બીજી પ્રવુતિ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો
કોઈક વાર ટુંકા ગાળા નું વિચારતા એમ લાગે કે
- માફી આપવી મુર્ખામી છે અને બદલા ની ભાવના એની ઉપરવટ આવે જાય છે,
- અને માફી માગવા માં નાના થઇ જશું, ત્યાં અહંમ અને અભિમાન વચ્ચે આવી જાય
પણ લાંબા ગાળા માં આમ જોઈએ તો માફી આપવા અને માંગવા વાળો કાયમ ફાયદામાં જ રહે છે....
મિચ્છામિ દુક્કડમ્
No comments:
Post a Comment