કુંગ ફૂ પાન્ડા: આમ તો બાળકો માટે ની એક કાર્ટૂન એનિમેશન પિક્ચર છે, પરંતુ તેમાં જીવનમાં ઉતારવા જેવા ઘણા બધા મુદ્દાઓ ખુબ જ સહજ અને અસરકારક રીતે આવરી લીધા છે.
દરેક મુદ્દા વિશે માંડીને લખવાની ઈચ્છા છે પરંતુ દરેક વિશે એક સાથે લખવા કરતા દરેક વિશે અલગ અલગ લખવામાં વધારે સારું રહેશે અને દરેક ને એના વિશે વિચારી ને એના અમલીકરણ માટે પણ સારો મોકો મળી રહેશે.
તો આજ નાં બ્લોગ માં વાત કરીયે, Belief (વિશ્વાસ) વિશે,
ફિલ્મ ની વાર્તા વિશે કહું તો, એક ખુબ જાડો ભદ્દો દેખાતો પાન્ડા ની પસંદગી અક્સ્માતે ડ્રેગન યોદ્ધા બનવા માટે થાય છે જેનું કામ એક વાઘ (Tai Long) થી આખી ખીણ ની રક્ષા કરી ને ત્યાં શાંતિ લાવવાની હોય છે.
કુંગ ફૂ શીખ્યા પછી તેને એક ખુબ પૌરાણિક dragon scroll આપવામાં આવે છે અને જેની અંદર અમર્યાદિત શક્તિ નું રહસ્ય છુપાયેલ હોય છે.
જે રીતે PO ની પસંદગી Dragon Warrior તરીકે થઈ હોય છે તેના કારણે શરૂઆત થી જ બધાને Po પર વિશ્વાસ હોતો નથી અને જ્યારે આ dragon scroll ખોલવામાં આવે છે ત્યારે એની અંદર માત્ર અરીસા જેવું જ નીકળે છે એટલે બધા આને એક મજાક ગણી ને નિરાશ થઈ જાય છે અને ખીણ (ગામ) ખાલી કરતા હોય છે ત્યારે તેના પપ્પા અને તેની વચ્ચે જે વાર્તાલાપ થાય છે તે ખૂબ પ્રેરણાદાયી છે.
ઓરિજિનલ :
હિન્દી માં :

"There is no secret Ingredients, to make something special you just have to believe that its special"
કોઈપણ વસ્તુ કે વ્યક્તિ માં આગળ વધવા માટે કોઈ સીક્રેટ આવડત હોવી જરૂરી નથી, એના ખાસ બનાવવા માટે જરૂરી છે કે આપણને એના ખાસ હોવા પર વિશ્વાસ હોય.
આપણે ઘણીવાર સફળતા નહીં મળવાના કારણ તરીકે નસીબ , સંજોગો અથવા લોકો ને જવાબદાર ગણતાં હોઈએ છીએ જ્યારે આ બધા ને overcome કરી શકવાની ખરી શક્તિ તો આપણી અંદર જ છુપાયેલી હોય છે અને એના માટે જરૂરી છે એના વિશે જાગૃતતા કેળવવાની.
જયારે આપણે બહારનાં સંજોગો આપણને અનુકુળ થાય તેની રાહ જોતા હોઈએ છીએ ત્યારે આપણે આપણી અંદર રહેલે ખરી શક્તિ ના પ્રભાવને ignore કરીયે છીએ, અને આ શક્તિ નાં ઉપયોગ માટે તમારે બીજી કોઈ જ આવડતની જરૂર નથી, ખાલી તમારે તમારા પર વિશ્વાસ રાખવાનો છે કે તમે ખાસ છો અને તમારી પાસે એના માટે ની આવડત છે અથવા તો તમે સરળતા થી શીખી શકો છો.
આ કળા ને હસ્તગત કરવા માટે તમે નાની નાની વસ્તુ / વાતો માં આનો અમલ કરતા જશો તો તમારો તમારે ખુદ પ્રત્યે નો વિશ્વાસ આપો આપ વધતો જશે અને ઘણા અશક્ય લાગતા કામો પણ આપ ખુબ સરળતા થી પાર પાડી શકશો.
The key to accomplishing all that you ever wanted, the key to changing who you are, the key to reaching new heights, the key to limitless personal power… is just believing in yourself.
No comments:
Post a Comment