Social Sharing

Social Sharing

Showing posts with label India. Show all posts
Showing posts with label India. Show all posts

Friday, September 25, 2015

ISRO Nation's Pride


આજ ના દિવસે ISRO દ્વારા  मंगलयान (Mars Orbiter Mission) ને એની ભ્રમણ કક્ષામાં મુક્યા ને એક વર્ષ પૂરું થયું આ નિમિત્તે આ બ્લોગ માં બે વાત કરવી છે.

ISRO (भारतीय अंतरिक्ष अनुसंधान संगठन)  વિશે વાત કરીયે તો, આ સંસ્થા જે રીતે અને જે ઉદ્દેશ્ય થી કામ કરી રહી છે તે રીતે એનું નામ આપણી રાષ્ટ્રભાષા માં વધારે પ્રભાવશાળી લાગે છે. 

જયારે કોલેજ માં હતા ત્યારે કોલજ નાં નેશનલ લેવલ નાં ટેકનીકલ ફેસ્ટીવલ નાં Convener હોવાના કારણે 2004માં ISRO ની સંલગ્ન બે સંસ્થા SAC (સ્પેસ એપ્લીકેશન સેન્ટર) ના Satellite કેમ્પસ અને PRL (Physical Research Laboratory) ની રૂબરૂ મુલાકાત કરવાની થઇ હતી.

આમ તો આખું SAC નું કેમ્પસ પ્રતિબંધિત વિસ્તારમાં આવે, પરતું જે હેતુ થી મુલાકાત હતી તેના કારણે એને ઘણી નજીક થી જોવાનો અને ત્યાં ના Director ને મળવાનો મોકો મળ્યો.

આમ તો સમયની વ્યસ્તતા ને કારણે તેઓ બહુ સમય નહતા આપી શક્યા પરંતુ તો પણ એમની જોડે કરેલી તે પંદર મિનિટ ની વાતચીતે મારા પર ISRO વિશે અને ત્યાંની લોકો ની કામ કરવાની ધગશ વિશે ખુબ સારી છાપ મૂકી દીધી. 

ઈસરો વિશે વાત કરીયે તો એક વાત ખાસ નોંધવા યોગ્ય છે કે એક સારા માણસ નું વિઝન શું ભવિષ્ય સર્જી શકે છે, હા હું વાત કરી રહ્યો છું ડૉ. વિક્રમભાઈ સારાભાઇ. (માનનીય અબ્દુલ કલામ ને યોગ્ય platform અને પ્રોત્સાહન આપવા વાળા ડૉ સારભાઈજ હતા)  

ઈસરો વિશે ખાસ નોધવા લાયક મુદ્દા અને તેની ની ખાસ ઉપલબ્ધિઓ વિશે વાત કરીયે તો, 
  • સ્થાપના ૧૯૬૯ 
  • પ્રથમ ઉપગ્રહ ૧૯૭૫ માં (આર્યભટ્ટ) 
  • અલગ અલગ પ્રકારના Satelite Launch Vehicle (SLV, PSLV, GSLV and future LVM) બનાવ્યા જેમાનું સૌથી પ્રથમ ૧૯૮૦ માં સફળતા પૂર્વક પાર પડ્યું. 
  • આજે દુનિયામાં ખુબ જ લો કોસ્ટ માં અને ખુબ સારા સફળતાનાં માપદંડ સાથે ઉપગ્રહ છોડવાની ક્ષમતા ઈસરો એ પ્રાપ્ત કરેલ છે (નોંધનીય બાબત છે કે બધી technology ભારતે જાતે ડેવેલોપ કરેલ છે, ઘણી બધી જગ્યાએ વિકસિત દેશો નો વિરોધ હોવા છતાં) 
  •  દુનિયામાં માત્ર ૧૦ દેશો પાસે ઉપગ્રહ મુકવાની ક્ષમતા છે અને ભારતનો ક્રમ ૭ મો હતો. 
  • ભારત નાં ખુદના 77 ઉપગ્રહો હાલ કાર્યરત છે 
  • ઈસરો નું વાર્ષિક બજેટ 1.2 Billion $ છે, (નાસા નું બજેટ 18 Billion $ છે)  
  • ચન્દ્રયાન -૧ ભારત દ્વારા મોકલવામાં આવેલુ પ્રથમ માનવરહિત વાહન હતું અને તે વિશ્વ નું સૌથી પ્રથમ મિશન હતું જેણે ચંદ્ર પર પાણી ની હાજરીના પુરાવા આપ્યા. 

હજુતો આ લીસ્ટ ઘણું બધું લાંબુ જઈ શકે એમ છે, પરતું મારે હજુ થોડી વાત કરવી છે मंगलयान વિશે. 

  • ભારત વિશ્વ નો પ્રથમ દેશ જે પ્રથમ પ્રયત્નમાં જ આ મિશન સફળતાપૂર્વક પાર પાડ્યું. 
  • અત્યાર સુધી નું સૌથી cost effective મંગલ યાન (on lighter note, લોકલ ST bus અને ઓટો રિક્ષા કરતા પણ ઓછા દરે આ મંગળ પર પહોચ્યું. 

  • પૂર્ણ સ્વદેશી 
  • માત્ર ૧૫ મહિનાના ટૂંકા ગાળામાં આ તૈયાર થયું
  • મંગળની ભ્રમણ કક્ષા સુધી પહોચવામાં  ૩૪૦ દિવસ લાગ્યા અને એન્જિન ચાલ્યું માત્ર ૭૩ કલાક ( ટેકનીકલી એ સિસ્ટમ સમજવા જેવી છે જેનું નામ છે  Orbit raising manoeuvres)  
  • ભારત એશિયા માં પ્રથમ દેશ છે 

ઈસરો ની ભવિષ્ય ની યોજનાઓ વિશે જોઇને એક લાગણી જરૃર આવે છે કે ઈસરો અને ભારત દેશ space technology માં ખુબ ટુંકા સમયમાં હરણફાળ ભરવા તરફ ખુબ વિશ્વાસપૂર્વક આગળ વધી રહ્યું છે..


જય હિન્દ 



Wednesday, August 26, 2015

Bharat Mata Temple: ભારત માતા મંદીર : એક અદભૂત વિચાર


આમ તો આ Post 15 ઓગષ્ટ ના દિવસે લખવાની ગણતરી હતી, પરંતુ સમય અને વિષય વસ્તુ નાં અભાવે આ વિચાર પડતો મુક્યો હતો. 

હમણા ચાલી રહેલી સમાજ ની બધી ઘટના વિશે વાંચી / સમજી / વિચારીને લાગ્યું કે આ યોગ્ય સમય છે (આ બધી ઘટનાઓ વિશે Social media અને news channel પર ઘણી બધી ચર્ચા થઇ છે માટે અહી એ ચર્ચા કરવાનું વ્યર્થ છે અને આમ પણ મારા સ્વભાવ ને માફક આવતું નથી )

થોડા વર્ષો પહેલા ઇન્દોર જવાનું થયું હતું ત્યાં જોયેલ એક સ્થળ ખુબ પ્રેરણાદાયી લાગ્યું "ભારત માતા મંદિર". 

આ ખૂબ જ સરસ વિચારબીજ  છે અને મારા મતે બધેજ ફેલાવવા જેવો છે. 

આ એક એવી જગ્યા છે 
  • જ્યાં ધર્મ અને ન્યાત જાત કરતા રાષ્ટ્ર પ્રેમ ને વધુ મહત્વ આપવામાં આવે છે. 
  • જ્યાં ભારતના ભવ્ય ભૂતકાળ ના વારસો પ્રદર્શિત કરવામાં આવે છે 
  • આખા ભારતનાં દરેક લોકો ને એક સાથે રાખવા માટે નું platform છે 
ભારત દેશની આઝાદી ને ચળવળ વખતે બધાને એકજુટ કરીને લડવા માટે રજુ થયેલો આ ક્રાંતિકારી વિચાર આજે પણ એટલો જ અસરકારક અને જરૂરી છે. 

આ concept ને ખુબ સરસ રીતે જીવંત કરવા માટે સહારા પરિવારે ખુબ પ્રશંસનીય પગલા લીધા હતા, તેમનો એક વિચાર હતો "ભારત ભાવના દિવસ", એનું એક ખુબ સરસ anthem છે, જે હું અહી શેર કરું છું.






ભારત દેશ એક વિકાસશીલ દેશ છે અને તેને આગળ વધવા માટે જે fundamental મુદ્દો overcome કરવાની જરૂર છે તેનાં માટે આ ખુબ અસરકારક concept છે, જરૂર છે આ Concept ને વધુ માં વધુ લોકો સુધી સાચા અર્થ માં પહોંચાડવાની. 

હું કોઈ સમાજ કે ધર્મ ને વિરુધ્ધ જવા માટે અનુરોધ નથી કરતો પરતું એટલી વિનંતી જરૂર કરીશ કે દરેક વ્યક્તિ એ એવી પ્રવૃત્તિ avoid કરવી જોઈએ જે આ વિચાર થી વિરુદ્ધ હોય. 

દરેક ને પોતાનાં ધર્મ વિશે ગર્વ હોય તે જરૂરી છે પરતું જ્યારે ધર્મ અને રાષ્ટ્રધર્મ માં પ્રાથમીકતા આપવાની હોય ત્યારે જરૂરી છે કે વ્યક્તિ પોતાના રાષ્ટ્રીય કર્તવ્ય ને મહત્વ આપે.

અને સાથે અત્યાર નાં સંજોગો ને ધ્યાનમાં રાખી ને એક બીજી clip શેર કરીશ



જય હિન્દ..... ભારત માતા કી જય....