આમ તો આ Post 15 ઓગષ્ટ ના દિવસે લખવાની ગણતરી હતી, પરંતુ સમય અને વિષય વસ્તુ નાં અભાવે આ વિચાર પડતો મુક્યો હતો.
હમણા ચાલી રહેલી સમાજ ની બધી ઘટના વિશે વાંચી / સમજી / વિચારીને લાગ્યું કે આ યોગ્ય સમય છે (આ બધી ઘટનાઓ વિશે Social media અને news channel પર ઘણી બધી ચર્ચા થઇ છે માટે અહી એ ચર્ચા કરવાનું વ્યર્થ છે અને આમ પણ મારા સ્વભાવ ને માફક આવતું નથી )
થોડા વર્ષો પહેલા ઇન્દોર જવાનું થયું હતું ત્યાં જોયેલ એક સ્થળ ખુબ પ્રેરણાદાયી લાગ્યું "ભારત માતા મંદિર".
આ ખૂબ જ સરસ વિચારબીજ છે અને મારા મતે બધેજ ફેલાવવા જેવો છે.
આ એક એવી જગ્યા છે
- જ્યાં ધર્મ અને ન્યાત જાત કરતા રાષ્ટ્ર પ્રેમ ને વધુ મહત્વ આપવામાં આવે છે.
- જ્યાં ભારતના ભવ્ય ભૂતકાળ ના વારસો પ્રદર્શિત કરવામાં આવે છે
- આખા ભારતનાં દરેક લોકો ને એક સાથે રાખવા માટે નું platform છે
ભારત દેશની આઝાદી ને ચળવળ વખતે બધાને એકજુટ કરીને લડવા માટે રજુ થયેલો આ ક્રાંતિકારી વિચાર આજે પણ એટલો જ અસરકારક અને જરૂરી છે.
આ concept ને ખુબ સરસ રીતે જીવંત કરવા માટે સહારા પરિવારે ખુબ પ્રશંસનીય પગલા લીધા હતા, તેમનો એક વિચાર હતો "ભારત ભાવના દિવસ", એનું એક ખુબ સરસ anthem છે, જે હું અહી શેર કરું છું.
ભારત દેશ એક વિકાસશીલ દેશ છે અને તેને આગળ વધવા માટે જે fundamental મુદ્દો overcome કરવાની જરૂર છે તેનાં માટે આ ખુબ અસરકારક concept છે, જરૂર છે આ Concept ને વધુ માં વધુ લોકો સુધી સાચા અર્થ માં પહોંચાડવાની.
હું કોઈ સમાજ કે ધર્મ ને વિરુધ્ધ જવા માટે અનુરોધ નથી કરતો પરતું એટલી વિનંતી જરૂર કરીશ કે દરેક વ્યક્તિ એ એવી પ્રવૃત્તિ avoid કરવી જોઈએ જે આ વિચાર થી વિરુદ્ધ હોય.
દરેક ને પોતાનાં ધર્મ વિશે ગર્વ હોય તે જરૂરી છે પરતું જ્યારે ધર્મ અને રાષ્ટ્રધર્મ માં પ્રાથમીકતા આપવાની હોય ત્યારે જરૂરી છે કે વ્યક્તિ પોતાના રાષ્ટ્રીય કર્તવ્ય ને મહત્વ આપે.
અને સાથે અત્યાર નાં સંજોગો ને ધ્યાનમાં રાખી ને એક બીજી clip શેર કરીશ
દરેક ને પોતાનાં ધર્મ વિશે ગર્વ હોય તે જરૂરી છે પરતું જ્યારે ધર્મ અને રાષ્ટ્રધર્મ માં પ્રાથમીકતા આપવાની હોય ત્યારે જરૂરી છે કે વ્યક્તિ પોતાના રાષ્ટ્રીય કર્તવ્ય ને મહત્વ આપે.
અને સાથે અત્યાર નાં સંજોગો ને ધ્યાનમાં રાખી ને એક બીજી clip શેર કરીશ
જય હિન્દ..... ભારત માતા કી જય....