Social Sharing

Social Sharing

Sunday, October 11, 2015

Decision Making



અમે નાના હતા ત્યારથી ઘણી બાબતો માં પપ્પા એક exercise કરવતા, દરેક મુદ્દા અથવા choice (પસંદગીની) બંને બાજુ ને યોગ્ય રીતે ચકાસવાની. 

જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ આ Skill નો વધુ અને વધુ ઉપયોગ કરતા ગયા, સાચું કહું તો આ કસરત જેટલી Awareness સાથે કરતા જઈએ છે તેમ તેમ તેના ઘણા બધા પરિમાણો શીખવા મળે છે અને દિવસે દિવસે તેના પર નો વિશ્વાસ વધતો જાય છે .

આનાં યોગ્ય ઉપયોગ માટે નાં મારા learning અને અનુભવ પ્રમાણે નાં મુદ્દા 
  • દરેક નિર્ણય કે ચોઈસ તમારે કેમ કરવી છે તેના મુદ્દા નિસ્પેક્ષ રીતે વિચારો 
  • પછી આ જ નિર્ણય કેમ નહિ કરવો જોએઈ અથવા આ સીવાય નું બીજી પસંદગી કેમ કરવી જોઈએ એના પાસા વિચારો 
  • બને ત્યાં સુધી જે પસંદગી વિશે વિચારતા હો તે કેમ કરવી જોઈએ તેના મુદ્દા વિચારવા નહિ કે બીજી પસંદગી કેમ નહિ કરવી 
    • આ મુદ્દો તમારી વિચારવાની પદ્ધ્ધ્તિ પર લાંબા ગાળે ખુબ મોટી અસર છોડે છે અને આમ કરવાથી જયારે તમે કોઈ પસંદગી કેમ કરવી જોઈએ તેના માટે કોઈ બીજા જોડે ચર્ચા કરતા હો છો તો તમે તેની પસંદગી ને નાની બતાવવા નો પ્રયત્ન નથી કરતા અને ચર્ચા ખુબ સરળતા થી પાર પાડે છે. 
  • જો પસંદગી માં તમે કર્તા અથવા કર્મ હો ( એટલે કે એની સીધી અસર તમારા પર આવાની હોય), આવી પરિસ્થિતી માં તમારે પોતાની જાતને Third person perspective થી જુવો. આમ કરવાથી તમે તેનાથી થતા લાંબા ગાળાના ફાયદા વિશે વિચારી શકશો. 
    • સરકાર અને સરકાર રાજ પિક્ચર માં બે ખુબ સરસ સંવાદ આવે છે
      • नज़दीकी फायदा देखने से पेहले , दुर का नुक्सान सोचना चाहिए 
      • दूर के फायदे के लिये नज़दीकी नुक्सान भूलना पड़ता हे 

આ exercise કઈ પરિસ્થિતીમાં અને કેટલા ઊંડાણમાં કરવી એ આપણે જાતેજ નક્કી કરવાનું હોય છે અને જેમ જેમ તમે આનો ઉપયોગ કરતા જશો તેમ તેમ આના માટે તમને intuitions (સ્વયં પ્રેરણા) મળતી જશે.

એક વખત જો intuitions પર આવડત આવી ગઈ તો કદાચ આ જ નહી ઘણી બીજી જગ્યા પર પણ એનો ફાયદો મળી શકે છે. 

જેમ જેમ આપણે આપણી જાત ને train કરતા જઈએ છે તેમ intuitions ની શક્તિ  એટલીજ ખીલતી જાય છે, તેના માટે ના પણ અમુક અનુભવો છે જેના વિશે ની ચર્ચા અલાયદા blog માં કરવાની ઈચ્છા છે જેથી આટલી અદભૂત વસ્તુ ને યોગ્ય ન્યાય આપી શકાય. 

હાલ માં જ એક ખુબ સરસ movie / drama જોયો અને એમનો એક સીન આ વાત ને બહુ અસરકારક રીતે રજુ કરે છે.  (જો સમય મળે તો આખું મુવી જોવું સલાહ ભરેલું છે ;) 

તા.ક. થોડાક અપશબ્દો આવે છે, so please bear with it. 


If the above video doesn't Play, click below 





આમ તો આને Related મેસેજ પેહેલી ૨ મિનિટ માં આવી જાય છે પણ ત્યાં કટ કરવાની ઈચ્છા ના થઇ... ;) આ મુવી ખરેખર ખુબ સરસ છે.. You may watch it on its official website: http://tvfplay.com/show/detail/14/Pitchers

Sunday, September 27, 2015

Ultimate Learning



જીવનમાં આવતા ઘણા બધા સંજોગો , નિર્ણયો અને મુશ્કેલી ને સરસ રીતે ડીલ કરવા માટે ઘણા બધા અલગ અલગ નુસ્કા અજમાવી જોયા.

આમાંનું ઘણું બધું શીખવાનું પપ્પા પાસેથી મળ્યું.

મારા અનુભવ પ્રમાણે લગભગ આમાંના દરેક અથવા તો લાગુ પડતી પદ્ધતિ ને જો યોગ્ય સમયે ઉપયોગ કરવાની આવડત પર માસ્ટરી મેળવી લઈએ તો આપણા જીવનને આપણે ખુબ સારી રીત માણી શકીયે.


1. શાંત રહીને નિર્ણય લેવા. 

"જયારે ગુસ્સામાં હોવ ત્યારે કોઈ નિર્ણય નહિ કરવો અને જયારે બહુ ખુશ હોવ ત્યારે કોઈ commitment નહિ કરવા " 
આ વાત ને મારા ફેવરીટ મુવી કુંગ ફૂ પાન્ડા માંથી નાની Clip માં ખુબ સરસ રીતે Convey કરેલ છે 



2. દરેક અગત્ય ની પરિસ્થિતિ ને "As it is" અને third person ના પરિપ્રેક્ષ્યમાં માં જોવાનો પ્રયત્ન કરો 

We don't see things as they are, we see them as we are.
ઘણી વખત આપણે પરીસ્થિતિ ને "As it is" એટલે કે જેવી છે તેવી નથી જોતા અને ખાસ કરીને જયારે તે પરિસ્થિતિ માં કર્તા કે કર્મ આપણે ખુદ હોઈએ.

મારો અનુભવ રહ્યો છે કે જયારે જયારે હું મારી ખુદ ને અને મારે લેવાનાં નિર્ણય અથવા problems ને સ્વતંત્ર રીતે મૂલવું છું તો હું એને વધુ સારી રીતે ન્યાય આપી શકું છું.

તમે તમારા અંગત મિત્ર પાસે કઈ સલાહ લેતા હો તે રીતે જ તમારે ખુદ ને સવાલ પૂછવાના છે અને એમાં જે spontaneous (ત્વરિત) જવાબ આવે તે મોટા ભાગના કિસ્સામાં ખુબ જ અસરકારક નીવડતો હોય છે .



3. દરેક મોટો લાગતા ગોલ કે પ્રોબ્લેમ્સ નાના નાનાં નિર્ણયો થી deal કરવાનો હોય છે તો તેને split કરવાની art વિકસાવો 


લગભગ મોટા ભાગના કિસ્સામાં જો મોટા પ્રોબ્લેમ માટે આપણે સીધેસીધો ઉકેલ શોધવા જઈએ તો તે ઘણું મુશ્કેલ અને કષ્ટ દાયક હોઈ શકે છે. 

એને યોગ્ય રીતે મુલવીને એના નાના ભાગ કરી દેવા અને દરેક ભાગ ને સ્વતંત્ર રીતે deal કરવામાં ખુબ સરળતા પડે છે. 

4. Don't keep Pending


ઘણી વાર અગત્યના અને મોટા નિર્ણય આપણે લેવાની જગ્યાએ એને ટાળતા હોઈએ છે પણ આપણે સાથે એ વાત યાદ રાખવી જરૂરી છે કે 
"By not taking decision we are also taking one decision for not attending the matter and we should be ready for results and consequences of same."  

5. દરેક અગત્ય ના નિર્ણય ને Dialexia થી ચકાસી જુવો 

અમે નાના હતા ત્યારથી ઘણી બાબતો માં પપ્પા એક exercise કરવતા, દરેક મુદ્દા અથવા choice (પસંદગીની) બંને બાજુ ને યોગ્ય રીતે ચકાસવાની. 

આના વિશે ની વિસ્તારથી ચર્ચા બીજા બ્લોગ માં કરીશ. (ઘણા વખત થી draft માં પડેલ છે, અહી જાહેર કરી દીધું એટલે હવે લખવો જ રહ્યો ;))

6. પોતાના ખુદમાં અને Universal Power માં વિશ્વાસ રાખો 

આ કોઈ પણ વસ્તુ મેળવવા માટે ની master key છે અને પ્રથમ અને સૌથી અગત્ય નું પગલું છે.

આના માટે ની વિસ્તાર થી ચર્ચા નીચેના બે બ્લોગ માં કરેલ છે. 
  1. There is no Secret Ingredients  
  2. The Secret 

7. પ્રોબ્લેમ્સ ની સાથે સાથે જ એનું સોલ્યુશન પણ ઉદભવે છે 

"Every problem contains within itself the seeds of its own solution"

જરૂરી નથી કે તમારી સામે આવેલી દરેક પરિસ્થિતિ નો ઉકેલ તમારેજ કાઢવાનો હોય છે... એક વાત નો વિશ્વાસ રાખવો જરૂરી બને છે કે કોઈ પણ સમસ્યા ગમે એટલી મોટી હોય પરંતુ એનાં ઉદ્દભવ ની સાથે સાથે જ અથવા તો તેના થી પહેલા એના નિકાલ માટે નો રસ્તો થઇ ગયો હોય છે. આ વિચાર માં વિશ્વાસ રાખીને નો તમે પ્રોબ્લેમ નો ઉકેલ શોધશો તો મારો અનુભવ એમ કહે છે કે ઉકેલ તો મળશે જ મળશે પણ તેની સાથે સાથે એની પ્રોસેસ માં પણ તમે શાંત મગજ સાથે deal કરી શકશો 

8. Be consistent  

આ એક સનાતન નિયમ છે. મેં ઘણા લોકો ને એમ કેહતા જોયા છે કે આ બધું કરવાથી કઈ થતું નથી અને કઈ રીઝલ્ટ નથી મળતું. ખરું જોઈએ તો આ અથવા કોઈ પણ પ્રક્રિયા માટે Consistency ખુબ જ જરૂરી છે. ઘણી વખત આપણી ધીરજ ન હોવાના કારણે આપણે કદાચ મંજિલ ની એકદમ નજીક હોવા છતાં પણ પ્રયત્નો મૂકી દઈએ છે અને કોઈ બીજો નુસખો શોધવા લાગી જઈએ છે. 

જરૂરી છે કોઈ પણ ટેક્નિક સિલેક્ટ કરતી વખતે એને લગતા બધા મુદ્દા વિચારી લેવાના અને એક વખત કોઈ એક પદ્ધતિ પસંદ કરી પછી એને જ center માં રાખીને આપણા નિર્ધારિત ગોલ સુધી પહુંચવાની. 

Bruce Lee એ કહેલ એક વિચાર આવો જ કઈ વાત રજુ કરે છે. 
I fear not the man who has practiced 10,000 kicks once, but I fear the man who has practiced one kick 10,000 times.



Friday, September 25, 2015

ISRO Nation's Pride


આજ ના દિવસે ISRO દ્વારા  मंगलयान (Mars Orbiter Mission) ને એની ભ્રમણ કક્ષામાં મુક્યા ને એક વર્ષ પૂરું થયું આ નિમિત્તે આ બ્લોગ માં બે વાત કરવી છે.

ISRO (भारतीय अंतरिक्ष अनुसंधान संगठन)  વિશે વાત કરીયે તો, આ સંસ્થા જે રીતે અને જે ઉદ્દેશ્ય થી કામ કરી રહી છે તે રીતે એનું નામ આપણી રાષ્ટ્રભાષા માં વધારે પ્રભાવશાળી લાગે છે. 

જયારે કોલેજ માં હતા ત્યારે કોલજ નાં નેશનલ લેવલ નાં ટેકનીકલ ફેસ્ટીવલ નાં Convener હોવાના કારણે 2004માં ISRO ની સંલગ્ન બે સંસ્થા SAC (સ્પેસ એપ્લીકેશન સેન્ટર) ના Satellite કેમ્પસ અને PRL (Physical Research Laboratory) ની રૂબરૂ મુલાકાત કરવાની થઇ હતી.

આમ તો આખું SAC નું કેમ્પસ પ્રતિબંધિત વિસ્તારમાં આવે, પરતું જે હેતુ થી મુલાકાત હતી તેના કારણે એને ઘણી નજીક થી જોવાનો અને ત્યાં ના Director ને મળવાનો મોકો મળ્યો.

આમ તો સમયની વ્યસ્તતા ને કારણે તેઓ બહુ સમય નહતા આપી શક્યા પરંતુ તો પણ એમની જોડે કરેલી તે પંદર મિનિટ ની વાતચીતે મારા પર ISRO વિશે અને ત્યાંની લોકો ની કામ કરવાની ધગશ વિશે ખુબ સારી છાપ મૂકી દીધી. 

ઈસરો વિશે વાત કરીયે તો એક વાત ખાસ નોંધવા યોગ્ય છે કે એક સારા માણસ નું વિઝન શું ભવિષ્ય સર્જી શકે છે, હા હું વાત કરી રહ્યો છું ડૉ. વિક્રમભાઈ સારાભાઇ. (માનનીય અબ્દુલ કલામ ને યોગ્ય platform અને પ્રોત્સાહન આપવા વાળા ડૉ સારભાઈજ હતા)  

ઈસરો વિશે ખાસ નોધવા લાયક મુદ્દા અને તેની ની ખાસ ઉપલબ્ધિઓ વિશે વાત કરીયે તો, 
  • સ્થાપના ૧૯૬૯ 
  • પ્રથમ ઉપગ્રહ ૧૯૭૫ માં (આર્યભટ્ટ) 
  • અલગ અલગ પ્રકારના Satelite Launch Vehicle (SLV, PSLV, GSLV and future LVM) બનાવ્યા જેમાનું સૌથી પ્રથમ ૧૯૮૦ માં સફળતા પૂર્વક પાર પડ્યું. 
  • આજે દુનિયામાં ખુબ જ લો કોસ્ટ માં અને ખુબ સારા સફળતાનાં માપદંડ સાથે ઉપગ્રહ છોડવાની ક્ષમતા ઈસરો એ પ્રાપ્ત કરેલ છે (નોંધનીય બાબત છે કે બધી technology ભારતે જાતે ડેવેલોપ કરેલ છે, ઘણી બધી જગ્યાએ વિકસિત દેશો નો વિરોધ હોવા છતાં) 
  •  દુનિયામાં માત્ર ૧૦ દેશો પાસે ઉપગ્રહ મુકવાની ક્ષમતા છે અને ભારતનો ક્રમ ૭ મો હતો. 
  • ભારત નાં ખુદના 77 ઉપગ્રહો હાલ કાર્યરત છે 
  • ઈસરો નું વાર્ષિક બજેટ 1.2 Billion $ છે, (નાસા નું બજેટ 18 Billion $ છે)  
  • ચન્દ્રયાન -૧ ભારત દ્વારા મોકલવામાં આવેલુ પ્રથમ માનવરહિત વાહન હતું અને તે વિશ્વ નું સૌથી પ્રથમ મિશન હતું જેણે ચંદ્ર પર પાણી ની હાજરીના પુરાવા આપ્યા. 

હજુતો આ લીસ્ટ ઘણું બધું લાંબુ જઈ શકે એમ છે, પરતું મારે હજુ થોડી વાત કરવી છે मंगलयान વિશે. 

  • ભારત વિશ્વ નો પ્રથમ દેશ જે પ્રથમ પ્રયત્નમાં જ આ મિશન સફળતાપૂર્વક પાર પાડ્યું. 
  • અત્યાર સુધી નું સૌથી cost effective મંગલ યાન (on lighter note, લોકલ ST bus અને ઓટો રિક્ષા કરતા પણ ઓછા દરે આ મંગળ પર પહોચ્યું. 

  • પૂર્ણ સ્વદેશી 
  • માત્ર ૧૫ મહિનાના ટૂંકા ગાળામાં આ તૈયાર થયું
  • મંગળની ભ્રમણ કક્ષા સુધી પહોચવામાં  ૩૪૦ દિવસ લાગ્યા અને એન્જિન ચાલ્યું માત્ર ૭૩ કલાક ( ટેકનીકલી એ સિસ્ટમ સમજવા જેવી છે જેનું નામ છે  Orbit raising manoeuvres)  
  • ભારત એશિયા માં પ્રથમ દેશ છે 

ઈસરો ની ભવિષ્ય ની યોજનાઓ વિશે જોઇને એક લાગણી જરૃર આવે છે કે ઈસરો અને ભારત દેશ space technology માં ખુબ ટુંકા સમયમાં હરણફાળ ભરવા તરફ ખુબ વિશ્વાસપૂર્વક આગળ વધી રહ્યું છે..


જય હિન્દ 



Thursday, September 17, 2015

Forgiveness: મિચ્છામિ દુક્કડમ્ :



School માં હતા ત્યારે ગુજરાતી વિષય માં "ક્ષમા વીરસ્ય ભૂષણમ" કણિકા પર વિસ્તાર થી લખતા હતા ત્યારે તેની શક્તિ વિશે ખ્યાલ નહતો, ત્યારે તો જ્યાં ત્યાં થી વાચેલું અને સાભળેલું નોટબુક માં ટપકાવી દેતા હતા ( જો કે આવા વિચારો અને વિષય વસ્તુ ના અભ્યાસક્રમ માં સમાવેશ ના કારણે જ મગજ માં આવા વિચારબીજ રોપાયા હોય એવું લાગે છે અને જે હાલ ઘણા ઉપયોગી નીવડે છે)

આજ નો દિવસ જૈન ધર્મ ના પર્વાધિરાજ પર્યુષણનો અંતિમ દિવસ એટલે સવંત્સરી.....

આપણા આખા વર્ષના વ્યવહારમાં પણ અનેક વ્યક્તિઓ અને સમાજના સંપર્કમાં આવીયે છીએ. ક્યારેક એવું બને છે કે તે વ્યક્તિ, સાથે જાણતા, અજાણતા મતભેદ સર્જાય છે. પરસ્પર મનભેદ અને ક્રમે કરીને વેર માં પરીણમે છે. સંબંધ કડવા બને છે. આવા દ્વેષ, શત્રુભાવને શમાવવા માટે સવંત્સરીનાં દિવસે તે વ્યક્તિ અને સમાજની સાચા ભાવથી, અંતરના ઊંડાણથી ક્ષમા માંગવી જોઈએ અને ક્ષમા આપવી જોઈએ. 

આ ક્ષમા માટેનો જૈન દર્શને પ્રસ્તુત કરેલો શબ્દ છે, 'મિચ્છામિ દુક્કડમ્' તેનો અર્થ થાય છે, 

"મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ, મને આપ પ્રત્યે કોઈ પણ પ્રકારનો શત્રુભાવ નથી. આપ પણ મને ઉદારતાની ચરમસીમા રૂપ ક્ષમા આપો"

પ્રથમ દૃષ્ટિએ 'મિચ્છામી દુક્કડમ્' શબ્દ એ માત્ર જૈન પારિભાષિક શબ્દ લાગે, પરંતુ તેના ખરું મૂલ્ય દરેક ધર્મ નાં લોકોને લાગુ પડે છે.  ક્ષમાપના અને ક્ષમાયાચના નું મહત્વ દરેકે દરેક સંપ્રદાયમાં અલગ અલગ રીતે કેહવામાં આવ્યું છે. 

આ પ્રથા ને સંપ્રદાય, દેશ, ધર્મ નો કોઈ બાધ નથી. 


આમ તો દુનિયામાં બે કામ સૌથી અઘરાં છે. સાચા અર્થમાં માફી માગવી અને માફી આપવી.  પોતાના અહંમ આપણે મહત્વ આપીય છે કે  સબધો ને એના પર એ સબંધોનું ભવિષ્ય નિર્ભર કરતુ હોય છે. ઘણી વખત આપણે અભિમાનને સ્વાભિમાન ગણી લેતા હોઈએ છીએ.

મહાન માણસ જ માફી માગી કે માફી આપી શકે છે. કાયરોનું એ કામ નથી, એટલે જ તો શાસ્ત્રોમાં કહ્યું છે "ક્ષમા વીરસ્ય ભૂષણમ" અને હા, એક ઈંગ્લીશ વાક્ય પણ મસ્ત છે.."To Err is Human and Forgive Divine" મતલબ કે "ભૂલ કરવી તે માનવ સ્વભાવ છે પણ ભૂલી જવું તે દૈવીપણું છે"


અને જો કોઈ વ્યક્તિ ખરા અર્થમાં માફી માંગી અને આપી શકે તો 
  • એની પાસે એ સંબધો ને જોવા માટે એક સ્વતંત્ર અવકાશ મળે છે 
  • પોતે હળવો થઇ શકે છે 
  • નકારાત્મક વિચારો ને ખુબ સરળતા થી ત્યજી શકે છે. 
  • સારી તબિયત (હેલ્થ) મેળવી શકે 
  • તમને ગમતી અને ફાયદાકારક બીજી પ્રવુતિ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો  

કોઈક વાર ટુંકા ગાળા નું વિચારતા એમ લાગે કે 
  • માફી આપવી મુર્ખામી છે અને બદલા ની ભાવના એની ઉપરવટ આવે જાય છે, 
  • અને માફી માગવા માં નાના થઇ જશું, ત્યાં અહંમ અને અભિમાન વચ્ચે આવી જાય  

પણ લાંબા ગાળા માં આમ જોઈએ તો માફી આપવા અને માંગવા વાળો કાયમ ફાયદામાં જ રહે છે....


મિચ્છામિ દુક્કડમ્

Thursday, September 03, 2015

Standing for something Bigger than Yourself

"Standing For Something Bigger than Yourself"



ઘણા દિવસ થી એક અનુભવ કર્યો, હું જે કઈ પણ પ્રવુતિ અને કાર્ય કરી રહ્યો છું તે મારી સામાન્ય ક્ષમતા થી ઘણી વધારે છે અને તેમ છતાં મને કોઈ પણ થાકનો અનુભવ નથી થયો, ખરેખર તો એવું ફિલ થાય છે કે મારામાં વધારે  અને વધારે શક્તિ નો સંચય થઇ રહ્યો છે.

આના વિશે વિચારણા કરતા એક ખુબ જ અગત્ય નું કારણ ધ્યાન માં આવ્યું, જીવનમાં જરૂરી Areasમાં કઈક ગોલ રાખ્યો અને તેને કેન્દ્રમાં રાખીને જો activity કરવામાં આવે તો બહુ જ સહજ રીતે એ goal પામવાની દિશામાં આગળ વધે. 

ઘણી વાર મેં લોકોને એવું કેહતા જોયા છે કે 
  • મારી પાસે આ કરવા માટે સમય નથી 
  • તબિયત સારી નથી 
  • ખુબ અઘરું છે / નથી થઇ શકતું  
આ અને આના જેવા બીજા ઘણા બધા કારણો નું list બની શકે એમ છે, મારા તાજેતર નાં અનુભવ પ્રમાણે જો તમારી નજર સમક્ષ કોઈ નહિ કરવા માટે ના આવા કારણો ની સામે જો એક જ મહત્વ નું કારણ (ગોલ) હોય તો આ બધા કારણો મોટા ભાગના કેસમાં ખુબ વામણા લાગશે. 

ગોલ કેવો રાખવો જોઈએ ? 
  • જે મને જીવંત રાખે 
  • મને કાયમ આગળ વધવા માટે નું પ્રેરકબળ પૂરું પાડે 
  • વ્યક્તિગત રીતે આપણી આજુ બાજુ ના સમાજ ને વધુ સારી રીતે મદદરૂપ થઇ શકે 
  • ખુદ માટે ની મહત્તાને જાળવી રાખે 
  • મારા વિચારો ને અનુરૂપ હોય 
  • બીજા લોકોના વિચારોની મર્યાદા થી મુક્ત હોય 

આ ગોલ મેળવવા માટે નાં પગલાં : (મારા અનુભવ પ્રમાણે જો આપણે ગોલ સરસ રીતે પસંદ કરેલ હોય તો આ બધું સહજ રીતે જ તમારામાં આવી જશે, આના માટે તમારે કોઈ ખાસ પ્રયત્ન નહિ કરવો પડે) 
  • તમારી દરેક Activity / actions એ ગોલ ની નજીક લઇ જવા જોઈએ 
  • જે માણસો આને અનુરૂપ હોય તેમને તમારા જીવનમાં વધુ મહત્વ આપો અને તેના માટે જરૂર પડે તો જે લોકો એને વિરુદ્ધ છે તેવા નું સ્થાન ઓછુ કરતા જાવો  
  • તમારા જીવનને આયોજન બદ્ધ કરો 
  •  બીજા શું વિચારશે તેના વિશે વિચારવાનું છોડી દો (આમ પણ આપણી પાસે આપણા માટે જ વિચારવાનું એટલું છે તો પછી બીજાનું કામ આપણે શું કામ લેવું ? ;) )
  • Come out of your comfort zone 
  • Have Faith  

આના સંદર્ભમાં એક સરસ વિડિયો જોયો હતો તે શેર કર્યો છે. 



તા.ક. આ બ્લોગ નો subject મારા એક ખુબ સારા મિત્ર અને હિતેચ્છુ ભાવિને જે. શાહ દ્વારા આયોજિત સેમિનાર પરથી પ્રેરિત છે. એના અને એની organization દ્વારા માત્ર સુરત નહિ આખા ભારતના ઘણા બધા લોકોના જીવન માં ખુબ જ મોટું પરિવર્તન આવેલ છે.  I express my appreciation and deep gratitude for the activity and work, which is being carried  out by himself and his organization (Coach for the life).  

Wednesday, August 26, 2015

Bharat Mata Temple: ભારત માતા મંદીર : એક અદભૂત વિચાર


આમ તો આ Post 15 ઓગષ્ટ ના દિવસે લખવાની ગણતરી હતી, પરંતુ સમય અને વિષય વસ્તુ નાં અભાવે આ વિચાર પડતો મુક્યો હતો. 

હમણા ચાલી રહેલી સમાજ ની બધી ઘટના વિશે વાંચી / સમજી / વિચારીને લાગ્યું કે આ યોગ્ય સમય છે (આ બધી ઘટનાઓ વિશે Social media અને news channel પર ઘણી બધી ચર્ચા થઇ છે માટે અહી એ ચર્ચા કરવાનું વ્યર્થ છે અને આમ પણ મારા સ્વભાવ ને માફક આવતું નથી )

થોડા વર્ષો પહેલા ઇન્દોર જવાનું થયું હતું ત્યાં જોયેલ એક સ્થળ ખુબ પ્રેરણાદાયી લાગ્યું "ભારત માતા મંદિર". 

આ ખૂબ જ સરસ વિચારબીજ  છે અને મારા મતે બધેજ ફેલાવવા જેવો છે. 

આ એક એવી જગ્યા છે 
  • જ્યાં ધર્મ અને ન્યાત જાત કરતા રાષ્ટ્ર પ્રેમ ને વધુ મહત્વ આપવામાં આવે છે. 
  • જ્યાં ભારતના ભવ્ય ભૂતકાળ ના વારસો પ્રદર્શિત કરવામાં આવે છે 
  • આખા ભારતનાં દરેક લોકો ને એક સાથે રાખવા માટે નું platform છે 
ભારત દેશની આઝાદી ને ચળવળ વખતે બધાને એકજુટ કરીને લડવા માટે રજુ થયેલો આ ક્રાંતિકારી વિચાર આજે પણ એટલો જ અસરકારક અને જરૂરી છે. 

આ concept ને ખુબ સરસ રીતે જીવંત કરવા માટે સહારા પરિવારે ખુબ પ્રશંસનીય પગલા લીધા હતા, તેમનો એક વિચાર હતો "ભારત ભાવના દિવસ", એનું એક ખુબ સરસ anthem છે, જે હું અહી શેર કરું છું.






ભારત દેશ એક વિકાસશીલ દેશ છે અને તેને આગળ વધવા માટે જે fundamental મુદ્દો overcome કરવાની જરૂર છે તેનાં માટે આ ખુબ અસરકારક concept છે, જરૂર છે આ Concept ને વધુ માં વધુ લોકો સુધી સાચા અર્થ માં પહોંચાડવાની. 

હું કોઈ સમાજ કે ધર્મ ને વિરુધ્ધ જવા માટે અનુરોધ નથી કરતો પરતું એટલી વિનંતી જરૂર કરીશ કે દરેક વ્યક્તિ એ એવી પ્રવૃત્તિ avoid કરવી જોઈએ જે આ વિચાર થી વિરુદ્ધ હોય. 

દરેક ને પોતાનાં ધર્મ વિશે ગર્વ હોય તે જરૂરી છે પરતું જ્યારે ધર્મ અને રાષ્ટ્રધર્મ માં પ્રાથમીકતા આપવાની હોય ત્યારે જરૂરી છે કે વ્યક્તિ પોતાના રાષ્ટ્રીય કર્તવ્ય ને મહત્વ આપે.

અને સાથે અત્યાર નાં સંજોગો ને ધ્યાનમાં રાખી ને એક બીજી clip શેર કરીશ



જય હિન્દ..... ભારત માતા કી જય....

Friday, August 21, 2015

There are no Accidents

"There are no accidents: Everything Happens for a Reason"


અગાઉ ના બ્લોગ માં શેર કરેલ હતું એમ કુંગ ફૂ પાન્ડા માં ઘણા બધી શીખ બહુજ સરળ અને સહજ રીતે આપવામાં આવી છે.  

આજ નો આ બ્લોગ માં હું વાત કરવા માંગુ છે આવી જ એક શીખ ની, "There are no accidents" , જીવનમાં કોઇપણ ઘટના અકસ્માતે નથી થતી, દરેક થતી ઘટના પાછળ કઈ કારણ હોય છે.

જીવનમાં આવતી દરેક પરિસ્થિતિ તમારી ઈચ્છા મુજબની હોય એવું જરૂરી નથી હા પરતું એક વિશ્વાસ જરૂર છે કે જે કઈ પણ થાય છે તે સારા માટે થાય છે, જરૂર છે તો માત્ર એને સમજવાની અને રાહ જોવાની.

મારો પોતાનો ખુદનો અનુભવ ખુબ જ સારો છે અને હું મારા જીવનની ખરાબ માં ખરાબ લાગતી બધી ઘટનાઓ આગળ જતા સારી જ સાબિત થઈ છે, 

મારા પપ્પા કાયમ અમને આ વિશ્વાસ આપાવતા હોય છે, અને એના કારણે દરેક થયેલી ઘટનામાં શું ખરાબ થયું એ વિચાર કરીને નેગેટીવ વિચારો ની હારમાળામાં જવાની જગ્યા એ એમાંથી જે સારું થયું છે કે થઇ શકે છે તે શોધવાનો પ્રયત્ન કરવાથી એ પરીસ્થિત માં ટકી રહેવા અને તેમાંથી બહાર આવવા માટે ખુબ જ powerful ચાલકબળ મળે છે અને વારંવારનાં આવા સારા અનુભવ થી આના પ્રત્યે ની શ્રધ્ધા વધુ દૃઢ થતી જાય છે. 

આ વસ્તુ ને શક્ય બનાવવા માટે ખુદના અંતરાત્મા સાથે જોડાયેલા રહેવું જોઈએ અને ખુદને જોડે પોઝીટીવ વાર્તાલાપ કરતા રહેવું જોઈએ. 

આ કલીપ માં આ વાત ખુબ જ સરસ રીતે કરે છે 
Hindi :





Original Version:





આમાંથી ટાંકવા / શીખવા જેવા મુદ્દા :

  • કોઈ ઘટના સારી કે ખરાબ નથી હોતી, how you perceive decides, what impact it will have on you ?
  • Actual control lies in inner self and not in external circumstances, તમે એ નક્કી નહિ કરી શકશો કે ઝાડ પર ફળ અને ફૂલ કયારે આવશે પરંતુ તમે એના પર યોગ્ય સમયે સારા ફળ આવે તેના માટે તેની વધારે સારી રીતે માવજત કરી શકો છો. 
  • તમારી ખુદ ની મદદ કોઈ બીજી વ્યક્તિ પ્રત્યક્ષ રીતે કરી શકે એના કરતા વધારે અગત્યનું છે તમે તમારા પર વિશ્વાસ રાખો અને જરૂરી પ્રત્યક્ષ અને પરોક્ષ મદદ એની જાતે આકાર લેશે.

અને છેલ્લે એક નાની વાર્તા: 

એક સ્ત્રી પોતાના નાના બાળકને સાથે લઇને કરીયાણાની દુકાને ખરીદી કરવા માટે ગઇ. જ્યારે સ્ત્રી ખરીદી કરી રહી હતી ત્યારે નાનો બાળક વેપારીની સામે જોઇને હસતો હતો. વેપારીને બાળકનું આ નિર્દોષ હાસ્ય ખુબ ગમ્યુ. જાણે કે આખા દિવસનો થાક ઉતરતો હોય એમ લાગતુ હતુ.

વેપારીએ બાળકને પોતાની પાસે બોલાવ્યો. બાળક જેવો વેપારી પાસે ગયો એટલે વેપારીએ નોકર પાસે ચોકલેટની બરણી મંગાવી. ઢાંકણ ખોલીને બરણી બાળક તરફ લંબાવી અને કહ્યુ , ” બેટા, તારે જેટલી ચોકલેટ જોઇતી હોય એટલી તારી જાતે લઇ લે.” છોકરાએ જાતે ચોકલેટ લેવાની ના પાડી. વેપારી વારંવાર બાળકને ચોકલેટ લેવા કહેતો રહ્યો અને બાળક ના પાડતો રહ્યો.

બાળકની મા દુર ઉભી ઉભી આ ઘટના જોઇ રહી હતી. થોડીવાર પછી વેપારીએ પોતે બરણીમાં હાથ નાંખીને એક મુઠ્ઠી ભરીને ચોકલેટ બાળકને આપી. બાળકે પોતાના બંને હાથનો ખોબો ધરીને વેપારીએ આપેલી ચોકલેટ લઇ લીધી. વેપારીનો આભાર માનીને કુદતો કુદતો પોતાની મા પાસે જતો રહ્યો.

દુકાનેથી પાછી ફરતી વખતે માએ આ બાળકને પુછ્યુ , ” બેટા , તને પેલા કાકા ચોકલેટ લેવાનું કહેતા હતા તો પણ તું ચોકલેટ કેમ નહોતો લેતો ? ”

છોકરાએ પોતાનો હાથ માને બતાવતા કહ્યુ , ” જો મમ્મી મારો હાથ તો બહુ જ નાનો છે મેં મારી જાતે જ બરણીમાં હાથ નાંખીને ચોકલેટ લીધી હોત તો મને બહુ ઓછી ચોકલેટ મળી હોત પણ અંકલનો હાથ બહુ મોટો હતો એમણે મુઠી ભરીને ચોકલેટ આપી તો મારો આખો ખોબો ભરાઇ ગયો.”