"Standing For Something Bigger than Yourself"
ઘણા દિવસ થી એક અનુભવ કર્યો, હું જે કઈ પણ પ્રવુતિ અને કાર્ય કરી રહ્યો છું તે મારી સામાન્ય ક્ષમતા થી ઘણી વધારે છે અને તેમ છતાં મને કોઈ પણ થાકનો અનુભવ નથી થયો, ખરેખર તો એવું ફિલ થાય છે કે મારામાં વધારે અને વધારે શક્તિ નો સંચય થઇ રહ્યો છે.
આના વિશે વિચારણા કરતા એક ખુબ જ અગત્ય નું કારણ ધ્યાન માં આવ્યું, જીવનમાં જરૂરી Areasમાં કઈક ગોલ રાખ્યો અને તેને કેન્દ્રમાં રાખીને જો activity કરવામાં આવે તો બહુ જ સહજ રીતે એ goal પામવાની દિશામાં આગળ વધે.
ઘણી વાર મેં લોકોને એવું કેહતા જોયા છે કે
- મારી પાસે આ કરવા માટે સમય નથી
- તબિયત સારી નથી
- ખુબ અઘરું છે / નથી થઇ શકતું
આ અને આના જેવા બીજા ઘણા બધા કારણો નું list બની શકે એમ છે, મારા તાજેતર નાં અનુભવ પ્રમાણે જો તમારી નજર સમક્ષ કોઈ નહિ કરવા માટે ના આવા કારણો ની સામે જો એક જ મહત્વ નું કારણ (ગોલ) હોય તો આ બધા કારણો મોટા ભાગના કેસમાં ખુબ વામણા લાગશે.
ગોલ કેવો રાખવો જોઈએ ?
- જે મને જીવંત રાખે
- મને કાયમ આગળ વધવા માટે નું પ્રેરકબળ પૂરું પાડે
- વ્યક્તિગત રીતે આપણી આજુ બાજુ ના સમાજ ને વધુ સારી રીતે મદદરૂપ થઇ શકે
- ખુદ માટે ની મહત્તાને જાળવી રાખે
- મારા વિચારો ને અનુરૂપ હોય
- બીજા લોકોના વિચારોની મર્યાદા થી મુક્ત હોય
આ ગોલ મેળવવા માટે નાં પગલાં : (મારા અનુભવ પ્રમાણે જો આપણે ગોલ સરસ રીતે પસંદ કરેલ હોય તો આ બધું સહજ રીતે જ તમારામાં આવી જશે, આના માટે તમારે કોઈ ખાસ પ્રયત્ન નહિ કરવો પડે)
- તમારી દરેક Activity / actions એ ગોલ ની નજીક લઇ જવા જોઈએ
- જે માણસો આને અનુરૂપ હોય તેમને તમારા જીવનમાં વધુ મહત્વ આપો અને તેના માટે જરૂર પડે તો જે લોકો એને વિરુદ્ધ છે તેવા નું સ્થાન ઓછુ કરતા જાવો
- તમારા જીવનને આયોજન બદ્ધ કરો
- બીજા શું વિચારશે તેના વિશે વિચારવાનું છોડી દો (આમ પણ આપણી પાસે આપણા માટે જ વિચારવાનું એટલું છે તો પછી બીજાનું કામ આપણે શું કામ લેવું ? ;) )
- Come out of your comfort zone
- Have Faith
આના સંદર્ભમાં એક સરસ વિડિયો જોયો હતો તે શેર કર્યો છે.
તા.ક. આ બ્લોગ નો subject મારા એક ખુબ સારા મિત્ર અને હિતેચ્છુ ભાવિને જે. શાહ દ્વારા આયોજિત સેમિનાર પરથી પ્રેરિત છે. એના અને એની organization દ્વારા માત્ર સુરત નહિ આખા ભારતના ઘણા બધા લોકોના જીવન માં ખુબ જ મોટું પરિવર્તન આવેલ છે. I express my appreciation and deep gratitude for the activity and work, which is being carried out by himself and his organization (Coach for the life).
No comments:
Post a Comment